Wednesday, January 4, 2012

દીકરી મારી લાડકવાયી


દીકરીના પિતાના  શબ્દો...

કેહવાય છે ને દીકરી બાપ ને વધારે વહાલી હોય છે, એમ મારી દીકરી પર ઘરમાં કોઈ ગુસ્સો કરે તો મારા ઘરે આવવાની રાહ જોવે અને તેની ફરિયાદકરતા કરતા જ રડવા લાગે. દિવસનો થાક તેને જોતા દુર થઇ જાય અને તેના પર ક્યારેય ગુસ્સો જ ન આવે. મારી સૌથી લાડલી એટલે મારી પાસે વધારે લાડ કરે અને જીદ પણ. હું ઘર પર આવું ત્યારે કોઈ વાર મગરમચ્છ આંસુ સારવા લાગે અને હું તે જાણતો હોય છતાં પણ તેને તેની ભાષામાં જ  મનાવું અને તેને હસાવું. આમ, મારી દીકરી રડતા રડતા હસવા લાગતી અને અમે બંને રમવા બેસી જતા. ઘણીવાર મારી પત્ની મને કેહતી આટલા લાડ ન કરો, સાસરે જશે ત્યારે તેને અને તમને બહુ તકલીફ પડશે. મારી દીકરી મારી મિત્ર હતી અને હું તેનો મિત્ર. તેની સ્કૂલ, કોલેજ, ત્યાના મિત્રોની બધી જ વાત મને કરે અને હું પણ તેનો મિત્ર બની જાવ અને મારી સુખ-દુખની વાતો તેને કરું. આજે તેને સાસરે ગયે ૨ વર્ષ થઇ ગયા છે અને હવે તે પણ માં બનવાની છે. સાસરે સુખી છે, નાનું અને સુખી કુટુંબ છે. સાસરામાં પણ સૌના દિલ જીતી લીધા છે
.
જયારે પણ ફોનમાં વાત થાય ત્યારે બધી વાત કરે, અમારા ઘરથી તેના ઘર પહોંચતા ૨ કલાક થાય એટલે વારે વારે મળી ન શકાય અને  ફોનમાં જ વાત કરી ખુશ થઇ. ગઈ કાલે મારી તબિયત સારી ન હતી અને એટલે તેની પાસે તેના ઘરના પ્રસંગમાં હાજરી ન આપી શક્યો ત્યારે તે મને ખુબ જ યાદ કરતી હતી. ફોનમાં  તે હસતા હસતા પોતાને ત્યાં પ્રસંગ કેવો રહ્યો તેની વાત કરતી હતી પણ મનમાં ને મનમાં હું ત્યાં હાજર ન હતો તે માટે રડતી હતી.  હું આજે ત્યાં હાજર ન રહી શક્યો તેનું મને દુ:ખ હતું પણ તબિયતને લીધે લાચાર હતો. ફોનમાં તે જે રીતે વાત કરતી હતી તે જોઈ તે વધારે  વ્હાલી લાગતી હતી કારણ કે જે દીકરી વાત વાતમાં રડવા લાગતી અને મારી સાથે રમતમાં લાગતા રડતા રડતા હસવા લાગતી તે આજે હસતા હસતા રડતી હતી અને પોતાના આંશુ છુપાવતી હતી.  દીકરી મારી લાડકવાયી.....


દીકરી

માં  એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યની મૂર્તિ છે.

ગંગાજીના ત્રણ સ્થાન પાવન છે, હરિદ્વાર, પ્રયાગ, ગંગા સાગર છે.

માં-હરિદ્વાર, બાપ- પ્રયાગ ,અને પતિ ગંગા સાગર છે.

પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો,બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી.

પિતાનો અઢળક પ્રેમ છે અને માતાનું નિર્મળ વહાલ છે.

એ ભેગું મળીએ આકાશમાં ચડી વાદળી બની અનરાધાર વરસે એનું નામ દીકરી.

દીકરી દયાની દેવી છે, ત્યાગની મૂર્તિ છે,

દીકરી વહાલનો દરિયા, સ્નેહની સરિતા છે. તેમ છતાં દીકરી તે દીકરી જ કેહવાય છે.

No comments:

Post a Comment